BANASKANTHAGUJARATPALANPUR

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાલનપુર દ્વારા શ્રી ઉપાસના વિદ્યાલય ખાતે સાયબર ક્રાઇમ પ્રોગ્રામ યોજાયો

16 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર બનાસકાંઠા

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાલનપુર દ્વારા શ્રી ઉપાસના વિદ્યાલય, આકેષણ રોડ, પાલનપુર ખાતે ધોરણ-૯ થી ૧ર માં અભ્યાસ કરતા આશરે ૨૦૦ જેટલા વિદ્યાર્થી ભાઇ-બહેનોની સાથે ‘‘સાયબર સંવાદ’’ અનુસંધાને સાયબર ફ્રોડના ફાઇનાન્શિયલ ફ્રોડ – સોશિયલ મિડીયા ફ્રોડના બનાવો તેમજ સાયબર સિક્યુરિટી અને એન્ડ્રોઇડ મોબાઇલનો ઉપયોગ કેવી રીતે કરવો એ બાબતે હેડ કોન્સ. શૈલેષભાઇ લુુુુવા તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતપુરી ગોસ્વામી નાઓએ સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરી પ્રેઝન્ટેશન દ્વારા સુંદર માહિતી સભર માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.શાળા સંચાલક સિદ્ધાર્થભાઈ બ્રહ્મભટ્ટ ની રાહતળે પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

Back to top button
error: Content is protected !!