AHAVADANGGUJARAT

ડાંગ; ગોંડલવિહિર ગામે ડમ્પર હાઇવાનાં કારણે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો,એક દીકરીનું મોત નીપજ્યુ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવાથી સુબીર જતા રોડ ઉપર લશકર્યા ગામ અને ગોંડલવિહિર ગામની વચ્ચે હાઇવે પર એક ડમ્પર હાઇવા ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારી લાવતા એક મોટરસાયકલનાં ચાલકને રોડ ઉપર સાઈડ ન મળતા તેઓ મોટરસાયકલને બ્રેક મારી ઉભી રાખવા  જતા મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને અક્સ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર યુવકને શરીરે ઈજા પહોંચી હતી અને પાછળ બેસેલ યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ.મૂળ તાપી ઉચ્છલ તાલુકાના સાકરદા ગામની રોશનીબેન ચિન્તુભાઈ ગામીત (મૂળ રહે. સાકરદા,તા.ઉચ્છલ જી.તાપી, હાલ રહે. રાણીઆંબા, તા.સોનગઢ જી.તાપી) એ મહારાષ્ટ્ર રાજ્યના ખાધગામ ખાતે પોતાની માસીના ઘરે રહેવા ગઈ હતી.ત્યારે ત્યાંથી પોતાના મિત્ર ઈશલભાઈ બાલુભાઈ ગામીત સાથે મોટરસાયકલ રજી. નં.GJ -26-K-6754 પર સવાર થઈને રાણીઆંબા ગામ ખાતે પરત ફરી રહી હતી.જે દરમિયાન આહવાથી સુબીર જતા રોડ ઉપર લશકર્યા ગામ અને ગોંડલવિહિર ગામની વચ્ચે હાઇવે પરથી પસાર થતી વેળાએ ડમ્પર હાઇવા રજી.નં.GJ -16-AY-1053 ના ચાલક એ પૂર ઝડપે અને ગફલતભરી રીતે ગાડી હંકારી લાવતા  મોટરસાયકલ ચાલકને રોડ ઉપર સાઈડ નહીં મળતા ,મોટરસાયકલ ચાલક યુવકે  મોટરસાયકલને બ્રેક મારી ઉભી રાખવા છતાં મોટરસાયકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને અક્સ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં રોશની ગામીતને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેણીને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.જોકે સારવાર દરમિયાન તેણીનું મોત નિપજ્યું હતુ.આ અકસ્માતને પગલે આહવા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!