BANASKANTHAGUJARATPALANPUR
શ્રી યુ.એચ. ચૌધરી આર્ટ્સ કોલેજ, વડગામમાં व्यसन मुक्ति अभियान નું આયોજન કરાયું

26 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
શ્રી વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ, વડગામ સંચાલિત શ્રી યુ.એચ. ચૌધરી આર્ટ્સ કોલેજ,વડગામ ખાતે કોલેજના એન.એસ.એસ (NSS)વિભાગ દ્વારા તથા જિલ્લા આરોગ્ય વિભાગ, બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે પ્રિન્સિપાલ એલ. વી. ગોળના માર્ગદર્શન અને પ્રોગ્રામ ઓફિસર ડો. ભારમલભાઈ પી.કણબીના આયોજન હેઠળ વ્યસન મુક્તિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆતમાં મોટીવેશનલ સ્પીકર લક્ષ્મણભાઈ પરમાર તથા પ્રોગ્રામ ઓફિસર ડો. ભારમલભાઈ દ્વારા વ્યસન વિશે જાગૃતતા અને નસો નાશ નું મૂળ છે એ બાબતે પ્રવચન કર્યા અને વિદ્યાર્થીઓએ પણ નશા થી થતા નુકસાન વિશે વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કર્યું. વ્યસન વિશે માહિતી આપીને જાગૃત કર્યા હતા.




