GUJARAT
શિનોર તાલુકાના પુંનિયાદ ગામે સંરક્ષણ દિવાલ.તેમજ વર્ષો જૂનું ગરનાળુ ધરાશયી
ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકામાં અતિ ભારે વરસેલા વરસાદ ના કારણે, ધસમસતા પાણી ના વહેણ મા પુનિયાદ-આનંદી માર્ગ ના વળાંક પરની સંરક્ષણ દિવાલ ધરાશયી થયેલી જોવા મળી છે.. શિનોર પંથક મા વીજળી ના કડાકી-ભડાકા અને ભાર પવન સાથે વરસેલા વરસાદ મા ધસમસતા પાણી ના પ્રવાહ મા,પુનિયાદ ગામે તળાવ ની પાળ પરનુ વર્ષો જુનુ ગરનાળુ ધરાશયી થયાની ઘટના સામે આવ્યા બાદ, મંગળવાર ની સાજે,પુનિયાદ ગામ નજીક, આનંદી માર્ગ ના વળાંક પરની સંરક્ષણ દિવાલ ધરાશયી થયા ની ઘટના સામે આવી છે..ગામ ના જાગૃત નાગરિક ધ્વારા આ બાબતે,ધારાસભ્ય અક્ષયપટેલ અને માર્ગ- મકાન વિભાગ ને જાણ કરી છે..





