GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની સી.બી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે લોકશાહી ઢબે શાળા પંચાયતની રચના કરવામાં આવી.
તારીખ ૩૦/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી ચંદાબેન ભાઈદાસ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે શનિવારના રોજ લોકશાહી હવે જનરલ સેક્રેટરી સ્પોર્ટ સેક્રેટરી અને લેડીઝ રીપ્રેઝન્ટેટિવ ની ચૂંટણી કરવામાં આવી હતી દરેક વર્ગના મોનિટર અને વર્ગ પ્રતિનિધિ દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો લોકશાહી ઢબે મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી જનરલ સેક્રેટરી તરીકે બારોટ મીરા તેમજ સ્પોર્ટસ સેક્રેટરી તરીકે વરિયા શ્રેયા અને એલ આર તરીકે દરજી હિતીક્ષા ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટાઈ આવેલા પ્રતિનિધિઓને શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા શુભેચ્છા પાઠવી હતી તેમજ કેળવણી મંડળ દ્વારા પણ શુભેચ્છા પાઠવી હતી.