GUJARATMEHSANAVIJAPUR

મહેસાણા શોભાસણ રોડ સના પાર્ક 2 ખાતે ઈકરા પ્લે સ્કૂલનો દાંત ચેકઅપ કેમ્પ યોજાયો

મહેસાણા શોભાસણ રોડ સના પાર્ક 2 ખાતે ઈકરા પ્લે સ્કૂલનો દાંત ચેકઅપ કેમ્પ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા શોભાસણ રોડ સના પાર્ક 2 ખાતે ઈકરા પ્લે સ્કૂલ દ્વારા આયોજિત દાંત ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં બાળકોના દાંતોના સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૭૦થી વધુ બાળકો અને ૫૦થી વધુ માતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.ડૉ.હોઝેફા અત્તરવાલા જેવા દંત ચિકિત્સકની નિષ્ણાત સલાહ અને તપાસથી બાળકોના દાંતનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત યુવા સામાજિક કાર્યકર વાજીદઅલીખાન પઠાણ દ્વારા બાળકોને લાકડાના સ્પેશિયલ ટૂથબ્રશ અને ડૉ. સાહેબ તરફથી ટૂથ પેસ્ટ ભેટ આપવામાં આવી હતી.આ કેમ્પ દ્વારા બાળકોમાં દાંત સાફ કરવાની અને તેનું ધ્યાન રાખવાની આદત કેળવાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઈકરા પ્લે સ્કૂલ દ્વારા આવા ઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવા બદલ વાલીઓએ અબ્દુલ્લાખાન બાબી અને જાયદા બેન બાબીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!