GUJARAT
અછાલીયા ના મહાલક્ષ્મી મંદિરના ૨૨ મા પાટોત્સવની ભક્તિસભર ઉજવણી

અછાલીયા ના મહાલક્ષ્મી મંદિરના ૨૨ મા પાટોત્સવની ભક્તિસભર ઉજવણી
ઝઘડીયા તાલુકાના અછાલીયા સ્થિત રાવ પરિવાર ની કુળદેવી માતા મહાલક્ષ્મી મંદિરના ૨૨ મા પાટોત્સવ ની ઉજવણી ભક્તિસભર માહોલમાં કરવામાં આવી હતી,આ અવસરે નવચંડી યાગ યજ્ઞાચાર્ય આદિત્ય પુરોહિત રાજપીપળા ના વિધ્વાન બ્હ્મવૃંદ દ્વારા પાંચ દંપતિ જોડાને હવન કાર્ય કરાવી યજ્ઞનું મહત્વ જણાવ્યું હતું સાંજે પાંચ વાગ્યે યજ્ઞનું પૂર્ણાહુતિ શ્રીફળ માતાજી ના જય જયકાર સાથે હોમાયા બાદ આરતિ તથા ભાવવાહી સ્વરે સમૂહ સ્તુતિ ગાન કરાયું હતું,આ પ્રસંગે ગામ તેમજ અન્ય શહેરો માં વસવાટ કરતા રાવ પરિવારજનો ઉપસ્થિત રહી યજ્ઞની ભસ્મ તિલક માથે ચઢાવી કુળદેવી ને વંદના સાથે પુષ્પાંજલિ અર્પિત કરી મહાપ્રસાદ ગ્રહણ કરી કૃતાર્થ થયા હતા,
ઈરફાનખત્રી
રાજપારડી


