ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ તાલુકાની પહાડીયા ગ્રામપંચાયત ખાતે બાલિકા પંચાયતના સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાની પહાડીયા ગ્રામપંચાયત ખાતે બાલિકા પંચાયતના સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો

મેઘરજ તાલુકાની પહાડીયા ગ્રામપંચાયત ખાતે બાલિકા પંચાયતના સરપંચ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી રમેશભાઈ ચૌધરી અને જેન્ડર સ્પેશિયાલિસ્ટ અકરમભાઈ શેખ ઉપસ્થિત રહ્યા હતા.પહાડીયા ગ્રામપંચાયતના બાલિકા સરપંચ પ્રિયંસા રાઠોડ સહિત વોર્ડના બાલિકા સભ્યોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગામના સરપંચ ગુલાબસિંહ રાઠોડ અને આંગણવાડી કાર્યકર્તા બહેનો પણ હાજર રહ્યા હતા.સંવાદ દરમિયાન આરોગ્યલક્ષી, અભ્યાસલક્ષી,વાહન વ્યવસ્થા અને ૧૮૧ અભિયાન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.ગ્રામપંચાયતમાં ભણતર અધૂરું છોડનાર દીકરીઓને પુનઃ પ્રવેશ અપાવવા માટેની પ્રક્રિયા અંગે પણ ચર્ચા થઈ.બાલિકા સરપંચ પ્રિયંસા રાઠોડે અન્ય દીકરીઓને અધૂરો અભ્યાસ ફરી શરૂ કરવા અપીલ કરી હતી. તેમણે સંદેશ આપ્યો કે શિક્ષણ અત્યંત મહત્વનું છે.

Back to top button
error: Content is protected !!