GUJARATHALOLPANCHMAHAL

હાલોલ તાલુકાના ચાપરા ગામના બાળકો હાલ વરસાદી પાણી અને કાદવ કીચડમાંથી પસાર થઈ ભણવા જવા મજબુર

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૯.૨૦૨૪

હાલોલ તાલુકાના ચાપરાની પ્રાથમિક શાળા માં ભણવા જતા વિદ્યાર્થીઓ ને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો છે, રાજ્ય સરકાર ની છેવાડાના માણસ સુધી પહોંચી ગયેલા વિકાસની વાતો ફક્ત કાગળ પર દોડતા ઘોડા જેવી સાબિત થઇ છે.ગામના બાળકો એ પ્રાથમિક શિક્ષણ મેળવવા કાદવ કીચડ અને પાણી માંથી ખુલ્લા પગે ચાલીને શાળા સુધી પહોંચવા અનેક મુશ્કેલીઓ વેઠી ને કઠિન યાત્રા કરવી પડે છે.જેને લઇ નાના બાળકો ને શાળા સુધી મુકવા અને લેવા માટે ફરજિયાત તેમની માતાઓ એ જવું પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.હાલોલ તાલુકાના નાની ઉભરવણ ગ્રામ પંચાયત માં આવેલ બે હજાર થી વધુ ની વસ્તી ધરાવતા પેટા ફળિયા ચાપરા ગામના બાળકો હાલ વરસાદ ની સીઝન માં પાણી અને કાદવ કીચડ માંથી પસાર થઇ શાળામાં જઉં પડતું હોવાને કારણે હાલ માં શૈક્ષણિક કાર્ય લઇ શકતા નથી,કારણકે બાળકોને ચાપરા ગામના પ્રવેશ થી ઓડ ફળિયું અને વચલુ ફળિયું આવે છે,જ્યાં થી આખું ગામ ઓળંગી છેલ્લે શાળા આવેલ છે.ચાંપરા ગામે જિલ્લા પંચાયત હસ્તક ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળા આવેલી છે. આ પ્રાથમિક શાળા માં માત્ર ચાર જ ઓરડાઓ આવેલા છે, જેમાં એક ઓરડો ઓફીસ અને કોમ્પ્યુટર લેબ માટે ઉપયોગમાં લેવાય છે,એટલે બાળકોના શૈક્ષણિક કાર્ય માટે માત્ર ત્રણ જ ઓરડા છે, એટલે શાળા ને બે પાળી માં ચલાવવમાં આવે છે. સવારની પાળીમાં ધોરણ 6 થી 8 ની શાળા ચલાવવામાં આવે છે, તો બપોરની પાળીમાં 1 થી 5 ધોરણની શાળા ચલાવવામાં આવે છે,જેમાં સવારે અહીં 60 જેટલા બાળકો અભ્યાસ કરે છે અને બપોરે અંદાજિત 100 જેટલા બાળકો અહીં અભ્યાસ માટે આવે છે.ખભે દફતર લઈ શિક્ષણ લેવા નીકળતા બાળકો સાથે ફરજિયાત તેમના વાલી તરીકે ગામની માતાઓ બાળકો ને શાળાએ મુકવા અને લેવા માટે જવું પડે છે.જેણે કારણે કેટલીક વાર બાળકોને ભણવા મોકલતા નથી અને બાળકોને ભણવાનું બગડે છે.વાલીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે બાળકો ને જો એકલા મોકલીએ તો કીચડોમાં તેઓ પડીને આવે છે. કપડાં ગંદા કરીને આવે છે. એટલે અમારે ફરજિયાત તેઓને શાળાએ મૂકવા જવું પડે છે, અમારા ગામમાં જો રોડ રસ્તા ની સુવિધા કરી દેવામાં આવે તો અમારે ઘરના અને ખેતી ના કામો છોડી બાળકો ને શાળાએ મુકવા લેવા જવાની સમસ્યા ન રહે.જ્યારે આ બાબતે અમે વારંવાર રજુવાત કરીએ છે છતાં કોઈ નિકાલ નથી આવતી તેમ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!