વરસાદી માહોલ વચ્ચે નર્મદા ના તિલકવાડા નીચલી બજાર ખાતે ઝરઝરીત મકાન થયું ધરાસાઈ
વહેલી સવારે મકાન ધરસાઈ થતા બાજુના મકાનમાં રહેતા લોકોનો થયો આબાદ બતાવો
વસિમ મેમણ તિલકવાડા
પ્રાપ્ત વિગત અનુસાર હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે તિલકવાડાના નીચલી બજાર વિસ્તારમાં આવેલું એક ઝરઝરીત મકાન વહેલી સવારે ધરાસાઈ થયું છે જેના કારણે મકાનમાં ભારે નુકસાન થયું છે તો વહેલી સવારે આ ઘટના બનતા બાજુના મકાનમાં સુઈ રહેલા લોકોનો આબાદ બચાવો થયો છે પરંતુ આ મકાન મુખ્ય માર્ગ પર આવેલું હોય અને મકાનની એક તરફ ની દીવાલ હજી પણ લટકી રહી છે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તિલકવાડા પોલીસે મકાનની બંને બાજુ બેરીકેટ મૂકી પોલીસ જવાનો મૂકી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે. છેલ્લા ચાર પાંચ દિવસથી સમગ્ર ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે તો તિલકવાડા તાલુકામાં પણ છેલ્લા ચાર પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે આ વરસાદી માહોલ વચ્ચે તિલકવાડા નીચલી બજાર વિસ્તાર ખાતે એક જૂનું અને ઝરઝરીત બે માળનું મકાન છેલ્લા ઘણા સમયથી ઝરઝરીત હાલતમાં હતું અને આ મકાન ઉતારી લેવા માટે તિલકવાડા ગ્રામ પંચાયત તરફ થી અગાઉ મકાન મલિક ને નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં આ મકાન ઉતારવામાં આવ્યું ન હતું અને આજ રોજ વરસાદી માહોલ વચ્ચે વહેલી સવારે ઝરઝરીત મકાન ધરાસાઈ થયું હોવાની ઘટના બની હતી તો મકાન મલિક બહાર ગામ રહે છે પરંતુ મકાનની દિવાલ બાજુના મકાન ઉપર પડી હતી ત્યારે બાજુના મકાનમાં સૂઈ રહેલા પરિવારનો આબાદ બચાવો થયો હતો પરંતુ આ મકાનની બીજી તરફે મુખ્ય રસ્તો આવેલ હોય ત્યાં મકાન ની બીજી તરફ ની દિવાલ હજી પણ લટકેલી હાલતમાં જોવા મળી રહી છે ઘટના ની જાણ થતા જ ગ્રામ પંચાયતના તલાટી વહીવટદાર તથા તિલકવાડા PSI સ્થળ પર દોડી આવ્યા હતા અને મકાન ને ઉતારી લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને મકાનની બંને તરફ બેરીકેટ મૂકી પોલીસ જવાનો મૂકી દેવામાં આવ્યા છે.