GUJARAT

દિવ્યાંગ દંપતીએ ઉત્સાહભેર કર્યું મતદાન

ઘરેથી મતદાન મથક સુધી લાવવા – લઇ જવાની તંત્રની સુંદર વ્યવસ્થાના કારણે અમારું મતદાન શક્ય બન્યું – જશુબેન અશવાર

***

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત આજરોજ મતદાન થઈ રહ્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એકપણ મતદાતા મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોની માંગણી પ્રમાણે તેઓને મતદાનબુથથી પીક ડ્રોપ તથા વ્હીલચેરની સુવિધા આપવામાં આવી રહી છે.

 જિલ્લા ચૂંટણી તંત્રની આ સુવિધાને દિવ્યાંગ દંપતી નથુભાઈ અશવાર અને જશુબેન અશવાર દ્વારા સરાહના કરવામાં આવી છે. જી.વી.જે. શાળા ખાતે મતદાન કરવા આવેલા જશુબેન અશવારે જણાવ્યું હતું કે, આજરોજ અમે અહીં મતદાન કરવાં આવ્યા છીએ. સમાજ સુરક્ષા કચેરી દ્વારા અમને ઘરેથી અહી મતદાન મથક સુધી લાવવા લઈ જવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ સુંદર વ્યવસ્થાના કારણે અમે શાંતિથી મતદાન કરી શક્યા છીએ.

 વધુમાં જણાવ્યું કે, તમામ મતદાતાઓએ મતદાનનો ઉપયોગ કરી લોકશાહીનો અવસર ઉજવવો જોઈએ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!