
જુનાગઢ તા.૧૯, જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોને સત્વરે ઉકેલવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીશ્રીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની સમીક્ષા કરતા કલેક્ટરશ્રી દ્વારા જનપ્રતિનિધિઓના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ કેન્દ્રિત કરી, સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરી હતી.જિલ્લા કલેકટરે અરજદારોના પ્રશ્નોને હકારાત્મક રીતે નિવારણ કરવા માટે પણ અધિકારીને સૂચિત કર્યા હતા. આ બેઠકમાં જમીન માપણી, પેશકદમી, વિકાસલક્ષી કામો, સોલાર પ્લાન્ટને લગતા પ્રશ્નો, સરકારી નાણાંની વસૂલાત, બાકી ઓડીટ પેરા, પડતર કાગળોની સ્થિતિ, પેન્શનના કેસો સહિત વિવિધ બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેના સંદર્ભે સંબંધિત અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા. જૂનાગઢના વિકાસને ધ્યાનમાં રાખીને વધુ સારી રીતે કામગીરી થઈ શકે તે માટે તમામ કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંગવાન, પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પી.એ.જાડેજા તેમજ સંલગ્ન પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ પ્રાંત અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





