સંતરામપુર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં જિલ્લા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો.

જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર ખાતે જીલ્લા કક્ષાનો કલાઉત્સવ યોજાયો.
અમીન કોઠારી મહીસાગર
તા.૯/૧૦/૨૪
કાર્યક્રમની શરૂઆત ”વૈષ્ણવજન તો તેને કહીએ રે” પ્રાર્થનાથી કરવામાં આવી.
આ કાર્યક્રમ સંતરામપુર તાલુકાના જિલ્લા શિક્ષણ ભવન ડાયટ ખાતે યોજવામાં આવ્યો હતો ,જેમાં મહીસાગર જીલ્લાના તમામ તાલુકામાથી ચિત્ર સ્પર્ધા,બાળકવિ સ્પર્ધા,સંગીત, ગાયન સ્પર્ધા તથા સંગીત વાદન સ્પર્ધામાં પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક કક્ષાએ પ્રથમ આવેલ બાળકોએ ભાગ લીધો હતો,
મહીસાગર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અવની બા મોરી એ કળા ઉત્સવમાં હાજર રહી બાળ કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું,
જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય કે.એસ પટેલ પણ દરેક બાળ કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું,
સ્પર્ધાના અંતે જીલ્લા કક્ષાએ ભાગ લેનાર તમામ બાળ કલાકારો તથા એક થી ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર બાળ કલાકારોને ઈનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું,
સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન કલા ઉત્સવના કન્વીનર સિનિયર લેક્ચરર ડી.સી.વસૈયાએ કર્યું હતું.






