GUJARAT

શિનોર ની જે સી પટેલ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની હેન્ડ બોલ સ્પર્ધા યોજાઇ

ફૈઝ ખત્રી..શિનોર વડોદરા જિલ્લાના શિનોર ખાતે 68 મો અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ 2024=25 યોજાયો હતો. જેમાં શિનોર ખાતે આવેલ જે સી પટેલ સાર્વજનિક હાઇસ્કુલ નાં પ્રતાંગણ માં જિલ્લા કક્ષા ની હેન્ડ બોલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવ માં ભાઈઓ ની 9 ટીમ તેમજ બહેનોની 4 ટીમો આમ ટોટલ 13 ટીમોએ ભાગ લીધો હતો.જેમાં અંડર ફોરટીન ભાઈઓ માં શિનોર ની જે સી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ વિજેતા જાહેર થઈ હતી.જ્યારે બહેનોમાં પાટોડ ની સબરી વિદ્યાલય ની ટીમ વિજેતા જાહેર થઈ હતી. જ્યારે અંડર સેવનટીન માં ભાઈઓ માં પોર ની બરોડા પબ્લિક સ્કૂલ વિજેતા જાહેર થઈ હતી.તેમજ બહેનો માં પાટોડ ની સબરી વિદ્યાલય વિજેતા જાહેર થઈ હતી. જ્યારે અંડર નાઈંનટિંન માં પોર ની બરોડા પબ્લિક સ્કૂલ વિજેતા જાહેર થઈ હતી.

Back to top button
error: Content is protected !!