GUJARAT
મોટા ફોફડીયાની સી એ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધા યોજાઈ
ફૈઝ ખત્રી..શિનોર આજ રોજ વડોદરા જિલ્લા નાં શિનોર તાલુકાના મોટા ફોફડીયા, ખાતે જિલ્લા કક્ષાની જુડો ગેમ્સ સ્પર્ધા યોજાઇ હતી. આજે તા.23 .8.20240 ના રોજ તાજેતરમાં સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વડોદરા જિલ્લાની ગ્રામ્ય કક્ષાની સ્કૂલ ગેમ્સની જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. સ્પર્ધામાં વડોદરાના ગ્રામ્ય વિસ્તારની આશરે 15 થી વધુ શાળાઓના 250 થી વધુ ખેલાડીઓ મોટા ફોફડીયા સ્થિત સી. એ. પટેલ ઇન્સ્ટિટ્યૂટમા ભાગ લેવા પહોંચ્યા હતા. આ જુડો ગેમ સ્પર્ધામાં ભાગ લેવા આવેલા ખેલાડીઓમા ખૂબ અનેરો ઉત્સાહ ઉમંગ જોવા મળ્યો હતો.




