કાલોલ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા આર. એન્ડ બી. સાર્વજનિક હાઈસ્કૂલ ડેરોલ ગામ ખાતે અખંડ ભારત સંકલ્પ દિનનો કાર્યક્રમ યોજાયો.

તારીખ ૧૩/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
૧૫ મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીની પૂર્વે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિનના કાર્યક્રમ આયોજિત કરે છે. ૧૪ ઓગસ્ટ એટલે ભારતમાતાની બે ભુજાઓને અલગ કરવાના ષડયંત્રને આખરી ઓપ આપવાનો કાળો દિવસ. અખંડ ભારત સંકલ્પ જેનો મૂળ ઉદ્દેશ્ય આજના યુવાનોમાં ભારતના ઇતિહાસની ભવ્યતા વિશે જાગૃતિ આવે અને અખંડ ભારતનો સંપૂર્ણ ઇતિહાસ જાણે તથા ખંડિત થયેલા આપણા ભારત માતાને ફરી અખંડ બનાવીએ તેવો દ્રઢ નિર્ધાર સાથે સંકલ્પ લેવડાવામાં આવે છે. ભારતની ભવ્યતા, વિશ્વ ગુરુ, વિભાજનનું દર્દ અને તેની પાછળના ઇતિહાસ તથા આગામી સમયમાં ભારતને પુનઃ અખંડ બનાવવાના વિષયોને લઈને નરેન્દ્રસિંહ ગોહિલ જિલ્લા સહમંત્રી વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા ખૂબ જ ઉમદા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિભાગ સહમંત્રી વિશાલભાઈ પંચાલ, જિલ્લા કોષાધ્યક્ષ ભાઈલાલભાઈ પટેલ, જિલ્લા પ્રચાર પ્રમુખ જૈમેશભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, આર. એન્ડ બી. હાઈસ્કૂલના આચાર્ય અતુલભાઈ પટેલ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 500થી વધુ વિદ્યાર્થીઓને આજે ભારતના ભવ્ય ઇતિહાસ, ખંડિત ભારતનું દર્દ અને અખંડ ભારતની સંકલ્પના સમજાવાઈ હતી. શાળાના આચાર્યએ પણ પોતાનો વિચાર રજૂ કરી આભાર વ્યક્ત કર્યો હતો. આમ આ કાર્યક્રમ થકી યુવા વર્ગમાં જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવ્યું.

				




