
જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી.પટેલના અધ્યક્ષતા હેઠળ જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવેલ તમામ અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ નિકાલ કરાયો હતો.જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની સમસ્યાને જિલ્લા કલેકટરશ્રીએ ધ્યાનપૂર્વક સાંભળી હતી. ઉપરાંત વિવિધ અરજદારોના પ્રશ્નો સંદર્ભે જે-તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી ચોક્કસ સમયમાં પ્રશ્નોના નિકાલ કરવા સૂચના પણ આપી હતી. આ સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો જેવા કે, જમીનની માપણી, જમીન દસ્તાવેજ, વરસાદી પાણીના નિકાલ, નવા ગામ તળમાં પ્લોટ ફાળવણી જેવા અનેક પ્રશ્નોનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા,અધિક નિવાસી કલેકટર શ્રી બી.એસ.બારડ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




