રાજ્યવેરા નિરીક્ષક, વર્ગ-૩ની પ્રિલિમિનરી કસોટી અંગેનું આયોજન અંગે જિલ્લા સ્થાયી સમિતિની બેઠક યોજાઈ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક વી.સી. હોલ કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં
આ બેઠકમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યવેરા નિરીક્ષક, વર્ગ-૩ ની ભરતી માટેની પ્રિલિમિનરી કસોટી આગામી ૦૪ જાન્યુઆરી ૨૦૨૬, રવિવારના રોજ સમગ્ર રાજ્યના ૨૫ જિલ્લાઓમાં યોજવામાં આવનાર છે, જે અન્વયે આ પરીક્ષાના સુચારૂ સંચાલન માટે પંચમહાલ જિલ્લામાં પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પરીક્ષા તા. ૦૪ જાન્યુઆરી ૨૦૨૬ના સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક દરમિયાન યોજાશે.પંચમહાલ જિલ્લાનું કેન્દ્રવાર આયોજનમાં પંચમહાલ (ગોધરા) જિલ્લામાં કુલ ૧૧ પેટા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. આ પરીક્ષામાં જિલ્લાના કુલ ૨૫૩૬ ઉમેદવારો ૧૦૬ બ્લોકમાં પરીક્ષા આપશે. પરીક્ષાના મુખ્ય કેન્દ્રોમાં ધ ઇકબાલ યુનિયન હાઇસ્કૂલ, શ્રીમતી ટી.સી. સોની માધ્યમિક વિદ્યાલય, સેન્ટ આર્નોલ્ડ હાઇસ્કૂલ, નાલંદા સ્કૂલ, એમ એન્ડ એમ મહેતા હાઇસ્કૂલ ,અનજ મહાજન સાર્વજનિક હાઈસ્કૂલ, રોટરી ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે.
દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
‘ધ ઇકબાલ યુનિયન હાઇસ્કૂલ (સેન્ટર A)’ ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
કુલ ૦૮ વર્ગખંડોમાં બેઠક વ્યવસ્થા અને ૦૨ વર્ગખંડો લહિયા ધરાવતા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવ્યા છે.
દિવ્યાંગ ઉમેદવારોની મદદ માટે ૦૨ ‘દિવ્યાંગ મિત્ર’ (૧ સ્ત્રી અને ૧ પુરુષ) ની નિમણૂક કરવામાં આવશે. ચાલવામાં અસમર્થ ઉમેદવારો માટે વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
પરીક્ષા સામગ્રીની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સ્ટ્રોંગરૂમની સુરક્ષા માટે PSI કક્ષાના અધિકારીના મોનિટરિંગ હેઠળ ૩ શિફ્ટમાં ગાર્ડ તૈનાત રહેશે.
પરીક્ષાના દિવસે સવારે ૦૮:૦૦ વાગ્યાથી અધિકૃત ઝોનલ અધિકારીઓ દ્વારા પોલીસ સુરક્ષા હેઠળ કેન્દ્રો પર પ્રશ્નપત્રોનું વિતરણ કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે,જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા પરીક્ષાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ઉમેદવારોને નિર્ધારિત સમયે કેન્દ્ર પર ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે.





