GUJARATIDARSABARKANTHA

કલેક્ટરશ્રી એન. એન દવે ની અધ્યક્ષતામાં ” જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો

કલેક્ટરશ્રી એન. એન દવે ની અધ્યક્ષતામાં ” જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો

****

જિલ્લા સ્વાગતમાં ૮ અરજીઓનુ હકારાત્મક નિકાલ

*****

 

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી એન. એન દવે ની અધ્યક્ષતામાં “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં નાગરીકોએ ૧૦ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ૮ અરજીઓનું સુખદ સમાધાન કરવામાં આવ્યું જ્યારે ૨ પ્રશ્નો પેડીંગ રાખવામાં આવ્યા હતા . લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે.

આ કાર્યક્રમમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આજના આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં કલેકટરશ્રીએ વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જમીન દબાણ, ખેતી લાયક જમીનમાં પ્રવેશવાના રસ્તાની રજૂઆત, જાહેર સફાઇ, જમીન સર્વે,પ્લોટ ફાળવણી વગેરે જેવા લોક પ્રશ્નોનુ હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી કિષ્ણા વાધેલા, પોલીસ વિભાગના પ્રતિનિધિ સુશ્રી પાયલ સોમેશ્વર, અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!