MORBI:મોરબીનાં ચકમપર ગામે ફરી દીપડો દેખાયો! વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ!
MORBI:મોરબીનાં ચકમપર ગામે ફરી દીપડો દેખાયો! વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ!
રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી મોરબી તાલુકાના ચકમપર ગામે તાજેતરમાં દીપડાએ બકરીનું મારણ કર્યું હતું અને વન વિભાગની ટીમે પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરી સફળ રેક્સ્યું કર્યું હતું ત્યારે હવે ફરીથી દીપડો દેખાયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું .દીપડાએ વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામે ત્રણ દિવસ પહેલા દીપડાએ બકરીનું મારણ કર્યું હતું અને વન વિભાગને જાણ કરતા પાંજરું મુકીને દીપડાને પાંજરે પૂરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે ફરી વાર દીપડો દેખાયો છે ચકમપર ગામની સીમમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું દીપડાએ વાછરડાનું મારણ કરતા ફરી પંથકમાં ભયનો માહોલ છવાયો છે અને વન વિભાગને જાણ કરવામાં આવતા દીપડા નેં પકડવા માટે કામગીરી શરુ કરવામાં આવી છે.