
કિરીટ પટેલ બાયડ
બાયડ તાલુકાની તમામ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધા યોજી સ્વચ્છતા જાગૃતિનો પ્રયાસ
દેશને સ્વચ્છ, સુંદર અને નયનરમ્ય બનાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ “સ્વચ્છતા હી સેવા” અભિયાન જન-જનને સ્વચ્છતા સાથે જોડી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉર્જાવાન માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાઓમાં લોકો એકજૂટ થઈને સ્વચ્છતા માટે જાગૃત થઈ રહ્યા છે.
અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અહીં સ્વચ્છતા માટે વહીવટી તંત્ર પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે અને આ અભિયાનમાં નાગરિકો પણ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે. સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અન્વયે આજરોજ બાયડ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમમાં અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા અંગેનું આયોજન કરવામાં આવ્યું તેમજ જાહેર સ્થળોની સાફ સફાઈ કરવામા આવી. મનોરંજનના માધ્યમથી બાળકોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા પ્રેરિત કરાયા હતા.
૦૦૦૦૦



