GUJARATHALOLPANCHMAHAL
હાલોલની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા PACE POSTER અંતર્ગત એક ચિત્ર સ્પર્ધા યોજાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૮.૯.૨૦૨૫
આજરોજ તારીખ 18.9. 2025 ને ગુરૂવારના રોજ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા PACE POSTER અંતર્ગત એક ચિત્ર સ્પર્ધા TO GETHER AS ONE ના વિષય અંતર્ગત લાયન્સ ક્લબ રિઝિયોન ચેરમેન નીતિનભાઈ શાહના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધા ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ બંને માધ્યમમાં યોજવામાં આવી હતી જેમાં ગુજરાતી માધ્યમમાં 31 વિદ્યાર્થીઓ અને અંગ્રેજી માધ્યમમાં 46 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો ભાગ લેનાર વિદ્યાર્થીઓને શાળાના ડાયરેક્ટર પટેલ જીતુભાઈ ટ્રસ્ટી દર્શનભાઈ ઠક્કર, ગુજરાતી મીડીયમ ના આચાર્ય પટેલ જીગ્નેશભાઈ અને અંગ્રેજી મીડીયમના પ્રિન્સિપાલ વિજયભાઈ સુવા દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને આ સ્પર્ધા ની અંદર ભાગ લેવા બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ હતા.