રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર સમગ્ર રાજ્યમાં તારીખ ૦૨-૧૦-૨૦૨૫ થી ૦૮-૧૦-૨૦૨૫ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં પણ નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.ગુજરાત રાજ્યનું ગૌરવ અને આપના રાષ્ટ્રપિતા પૂજનીય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે સ્વચ્છતા હી સેવા અભિયાન અને નશાબંધી અભિયાન સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષાએ વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા, હસ્તાક્ષર, શેરીનાટક, ભવાઈ, નાટક, જન જાગૃતિ વિષયક ટેબ્લોનું પ્રદર્શન, જન સંમેલન, વકતૃત્વ સ્પર્ધા, પોસ્ટર મેકિંગ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સાહિત્ય વિતરણ, સ્લોગન સ્પર્ધા, લોકડાયરો આમ અનેકવિધ સામાજિક કલ્યાણના પ્રોગ્રામ યોજાશે.આ કાર્યક્રમોમાં બહોળા પ્રમાણમાં લોકો ભાગ લે અને વ્યસનો, કુટેવો છોડીને તંદુરસ્ત, શક્તિશાળી, પ્રગતિશીલ સમાજ, કારકિર્દી અને જીવનનું નિર્માણ થાય તે જરૂરી છે.જિલ્લા નશાબંધી સમિતિ અને જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસીયા અને કલેકટરશ્રી એન.વી.ઉપાધ્યાય- ગીર સોમનાથ, જિલ્લા નશાબંધી સમિતિ અને અધિક્ષક નશાબંધી અને આબકારી વિભાગ વી.પી.ચૌહાણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ