GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: વિકાસ સપ્તાહ: પી.જી.વી.સી.એલ.ના ત્રણસો કર્મીઓ દ્વારા “વીજ સેવા અને સલામતી” રેલી યોજાઈ
તા.15/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત સંકલ્પને સાર્થક કરવા અને ગુજરાતમાં થયેલા વિકાસ કામોની યશગાથાને છેવાડાના માનવી સુધી પહોંચાડવા તા.૦૭ થી ૧૫ ઓક્ટોબર સુધી “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અન્વયે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
આ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજકોટના પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના અંદાજે ૩૦૦ કર્મયોગીઓ “વીજ સેવા અને સલામતી” રેલીમાં જોડાયા હતા. જેમાં વીજકર્મીઓ “જળ,સૌર, વાયુ કરે જીવન હરિયાળું”, “કામ કરો ધ્યાનથી સલામતી રહેશે શાનથી”, “વિન્ડ, વોટર એન્ડ સન એનર્જી ફોર લોંગ રન”, “પુનઃપ્રાપ્ય ઉર્જા અપનાવો, પૃથ્વી બચાવો” સહિતના સુત્રોના પોસ્ટર્સ સાથે રેલીમાં જોડાયા હતા.