GUJARAT

જામનગરના એક ખ્યાતનામ બિલ્ડર સામે CIDક્રાઇમમાં ઘા….!!

જામનગરના એક ખ્યાતનામ બિલ્ડર સામે CIDક્રાઇમમાં ઘા….!!

એકજ કચેરીમાં “આમ ન જ થાય-આમ ન કરાય અને વળી આમ કરાય આમ જ થાય”ની બેવડી નિતી સરકાર તપાસશે ત્યારે જોવા જેવી થશે કે “ચોક્કસ” માટે દલા તરવાડીનો ઘાટ ઘડાયો

કોઇ કહે બિલ્ડરના છેડા બહુ છે પરંતુ તાપ લાગે ત્યારે વ્હાઇટ બ્લેક લાંબા ટુંકા જાડા પાતળા અહીના કે ત્યાના નવા કે જુના વગેરે સૌ મારગ કરી લેતા હોય છે ……..શાણા સાથે ન પડે……હો…..?? અમુક શાણા તો કિનારો કરવા ય માંડ્યા છે

જામનગર (ભરત ભોગાયતા)

 

જામનગરના પ્રખ્યાત જમીન માફીયા જમન શામજી ફળદુ તેના પુત્ર જસ્મીન જમન ફળદુ વિરુદ્ધમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ મા આધાર પુરાવા સાથે ફરિયાદ થતાં મહેસુલ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ ના અનેક પોપડા ખરવાનો અમુક ઉખાડવાનો તો અમુક ગાબડા પડવાનો અમુક કટાયેલા સળીયા દેખાવાનો તો અમુક છત ધસવાની ભિતીમાં જ સમસમી ગયાનુ લોકોમા ચર્ચા છે કેમકે લાગતા વળગતાઓને ભય સતાવી રહ્યો છે

ગુજરાતમા એક વાત પાક્કી છે કે “પાણી સર સે ઉપર ચલા જાયે ને તો ફીર………વો ઘડા ફોડ ડાલતે હૈ……” એટલે અંદરનુ બધુ બહાર આવે હાલ જામનગર રેવન્યુના અમુક કિસ્સામાં એવુ થયુ છે કે પાણી ઉપરથી ચાલ્યુ જાય છે અમુક લગત જે ખીલા ના જોરે કુદતા તા તે ખીલાને ય હવે દાદ નથ દેતા ઇ ખીલો ય ઇચ્છે છે કે હવે આનો ઘડો લાડવો થાય તો આપણે વચ્ચે નથી આવવુ ખાસ કરીને બિલ્ડર જસ્મીન અને જમન ફળદુ ને માટે રેવન્યુ ના અમુક મસીહા છે કે અમે બેઠા છીએ ને ??પણ સરકાર ધારે ને તો શુ થાય??પ્રદીપ શર્મા થી માંડી લાંગા સુધી જુઓ ને?? બીજુ ઘણા એમ માને કે ફલાણા મીનીસ્ટર મારી સાથે છે પણ આખી સરકાર જ બદલી જાય તમે શુ કરો?? એમાંય વળી અત્યારની સરકાર એવી છે કે કોઇ ફરિયાદ થાય તો ધ્યાન આપો કોઇ લોકો કહેવા મંડે કે બસ છે એ પહેલા ઇ ફીંડલુ વાળી દો માટેજ ખુબ અનુભવી એક્ટીવીસ્ટ કિશોર નથવાણી એ આ મોકે ઘા કર્યો છે તેમજ કિશોરભાઇએ બધા પુરાવા એકઠા કર્યા છે તેમ જ એક જ કચેરીમાંથી આમ ન કરાય આમ ન થાય બાદમા આમ થાય આમ કરાય આવુ વિરોધાભાસી એવુ નીકળ્યુ છે કે સરકાર તપાસ કરશે એટલે ચોંકી જશે માટે જપિતા પુત્ર ના કરતુતો જોતા ગાંધીનગર cid સેલ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક બેંક વ્યવહારો નો ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ છે

જમન શામજી ફળદુ 2018 થી 2023 સુધીમાં કરોડો રૂપિયાની બે નામી સંપત્તિ ની તપાસ પણ થનાર છે અને આ તપાસ દરમિયાન ઈડીના અધિકારીઓ પણ ઝંપલાવે તો નવાઈની વાત નથી

જામનગરમાં સરકારી જમીનો તેમજ નારીયલ ફળફૂલ વાવવા માટેની જમીનો ની દેખભાળ કરવા માટે અને જમીન સાચવવા માટે વર્ષો પહેલા અનેક લોકોને આપવામાં આવેલ હતી પરંતુ તે લોકો પૈકીના અમુક કહેવાતા હાલના બિલ્ડરો દ્વારા એક બિલ્ડરે બીજા બિલ્ડરને નારીયેલી વાળી જમીન ગેરકાયદેસર રીતે ગુજરાત સરકાર તેમજ રેવન્યુ વિભાગ સાથે છેતરપિંડી કરીને વેચી મારવામાં આવેલ છે તેની જાણ જિલ્લા કલેકટરને હોવા છતાં જિલ્લા કલેકટર એક પણ પ્રકારની કાર્યવાહી કરેલ નથી જેની કાર્યવાહી માટે ગુજરાત સરકારને તેમજ cid ક્રાઇમના અધિક પોલીસ મહાન નિર્દેશક શ્રી રાજકુમાર સાહેબને લેખિતમાં ફરિયાદ થતા આ પ્રકરણમાં લગત બિલ્ડર લોબીમાં ફફડાટ મચી જવા પામ્યો છે અને આવાજ જમીન માફીયા આવો જે ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવી ધાકધમકીઓ આપવી ગુંડા તત્વોને સાથે રાખીને અનેક લોકોને ફસાવવાની તજવીજો આદરવી તેમજ શરૂ સેક્શન રોડ ઉપર દિનેશ ભાઈ નામના સદગૃહસ્થ ના પરિવારની જમીન અને ભાઈઓ ભાગને વેરવિખેર કરી નાખો આવા કારનામાઓ આચારનાર અને અનેક ગુનેગારો સાથે ભાગીદારી ધરાવનાર વિરુદ્ધમાં સન સની ખેજ પુરાવા સાથે સીઆઇડી ક્રાઈમ ગાંધીનગરને ફરિયાદ કરવામાં આવેલ છે

જામનગરના કહેવાતા બિલ્ડર અને જમીન માફિયા ના નામથી ઓળખાતા જમન શામજી ફળદુ કે જેવો વિરુદ્ધમાં તારીખ 10 0 1 2024 ના રોજ સીઆઇડી ક્રાઈમ ગાંધીનગરને વિગતવાર મુદ્દા વાઇસ ફરિયાદ કરવામાં આવેલ છે (1) મહામહિમ સન્માન્ય રાજ્યપાલશ્રી (2) મુખ્યમંત્રી શ્રી (3) મુખ્ય સચિવશ્રી (4) વિજિલન્સ કમિશનરશ્રી (5) એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી (6) મહેસુલ તપાસણી કમિશનરશ્રી અને સચિવશ્રી ને તમામ આધાર પુરાવા સાથે એટલે કે 18 પ્રકારના આધાર પુરાવા સાથે રજૂઆત કરવામાં આવેલ છે
જામનગર ના અનેક પ્રતિષ્ઠિત અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા તેમજ આવા ભ્રષ્ટાચાર થી ખદબદતા અમુક આવારા તત્વોથી નારાજગી વ્યક્ત કરનાર લોકોના મુખે એવું પણ ચર્ચા રહ્યું છે કે આવા જમીન માફિયા ને અમુક નેતાઓ કેમ ચંપી કરે છે તે વાત હજુ સુધી સમજાતી નથી અને હજુ પણ આ બિલ્ડરની ઓફિસે ચમચી કરવા માટે બે બે કલાક સુધી ઓફિસમાં પુરાઈને રહે છે અને ત્યારબાદ ઇનોવા કાર લઈને બહાર જઈને મીટીંગોનો દોર શરૂ કર્યો છે આ મીટીંગો એટલા માટે પણ કરવામાં આવેલ હોય કે અરજદાર ફરિયાદી રજૂઆત કરે છે તે ફરિયાદીને કઈ રીતે દબાવવા કઈ રીતે ધમકાવવા તેના પર પ્રયાસ ચાલી રહ્યા હોય તેવું ચર્ચા રહ્યું છે પરંતુ અરજદાર મજબૂત હોવાથી ત્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પોતાની મજબૂતી ગુમાવશે તે વાત નક્કી છે અને વાત છે નેતાઓની જો આવા ખોટા અને બેઈમાન બિલ્ડર દ્વારા જામનગરને તેમજ જામનગરની પ્રજાને નુકસાન કરતા આવા વ્યક્તિઓને ખુલ્લા કોઈ જાહેરમાં આવીને નહીં પાડે તો જામનગરનું વાતાવરણ અને જામનગરની અનેક પ્રજા હેરાન પરેશાન થતી રહેશે કારણ કે જમન શામજી ફળદુએ પોતાના સમયગાળા દરમિયાન પોતાના દ્વારા ક્યાં ક્યાં કેટલા પ્રમાણમાં કઈ રીતે જમીન કૌભાંડ કરેલા છે તે તપાસમાં ખુલીને બહાર આવશે ત્યારે પ્રજા અને પબ્લિકને અજંપો પામી જાય તેવા કારનામાઓ બહાર આવનાર છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને અનેક મોટા ગજાના અધિકારીઓ ના નામ પણ ખોલવા ને પાત્ર છે
જામનગરના બિલ્ડર અને ટૂંકા ગાળામાં 10,000 કરોડથી વધુની બેનામી સંપત્તિ એકત્રિત કરનાર જાહેરમાં એવું કહે છે કે અમોને કંઈ ફરક નથી પડવાનું અમે જે કર્યું છે તે કર્યું જ છે પરંતુ અધિકારીઓ અમારાથી પણ વધારે અમારું કરી નાખ્યું છે અમે લાંચ આપીને તમામ કર્મચારીઓ અને અધિકારીઓ પાસે કામ કરાવીએ છીએ લાંચ આપ્યા વગર કોઈ કામ કરતું નથી તો અમારું જે થવાનું હશે તે થશે પરંતુ અમારી સાથે અધિકારીઓ પણ રહેવાના છે એટલે અમને કોઈ પણ પ્રકારનો ડર નથી અને અમારી પાછળ ઘણા બધા અમારા નેતાઓ અમોને સપોર્ટ કરશે આવું ખુલ્લેઆમ ઓટલા ઉપર બેસીને પારકી પંચાત થતી હોય છે પરંતુ આ પારકી પંચાત વધુને વધુ આગળ વધવાની છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રજૂઆત ફરિયાદ અમારા દ્વારા અટકવાની નથી તે વાત નક્કી છે

જામનગરના જમીન માફિયા જમન શામજી ફળદુ દ્વારા એવું પણ જાણવા મળેલ છે કે જામનગર શહેરના સર્વે નંબર 969 પૈકી/1 તેમજ 778= 981 વાળી જમીન જમન શામજી ફળદુ એ ખરીદેલ છે તે જમીન પૈકીના એક વ્યક્તિ હાલમાં જામનગર પોલીસ હેડ ક્વાર્ટર માં પોલીસની નજર કેદમાં છે તેમની પાસેથી જમન શાંતિ ફળદુએ જમીન ખરીદેલ છે તેની cid ક્રાઈમ દ્વારા તપાસ કરવામાં આવશે એટલે વધુ વિસ્ફોટક વિગતો બહાર આવશે અને તે *જમીન ખરીદનાર જમન શામજી ફળદુ એ વેચનારને પૈસા કઈ રીતે આપેલા છે તે તેની તમામ વિગતો રજીસ્ટર દસ્તાવેજ અને દસ્તાવેજ ની એન્ટ્રી મંજૂર કરનાર જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરિયાની પણ શંકાસ્પદ ભૂમિકા બહાર આવનાર છે*
જામનગરના કહેવાતા બિલ્ડર જમન શામજી ફળદુ અને તેઓના જૂના મિત્રો અને હાલમાં તેઓને અંદરખાને ખટાશ જામી ગયેલ છે તે વ્યક્તિ પોતે ધાર્મિક ડોબરિયાના દલાલ છે અને ધાર્મિક ડોબરિયાના લાખો રૂપિયાના તોડના વહીવટો આ દલાલ દ્વારા કરવામાં આવેલ છે તપાસ દરમિયાન આ દલાલ નું નામ ખોલવાને પાત્ર છે અને વધુ કાર્યવાહી ધાર્મિક ડોબરીયા એટલે કે જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી વિરુદ્ધમાં શરૂ થનાર છે ત્યારે તેમના તમામ વ્યવહારો કરતા તોડબાજ દલાલની પણ શંકાસ્પદ ભૂમિકા બહાર આવનાર છે આ દલાલ દ્વારા થોડા સમય પહેલા જામનગર થી કાલાવડ રોડ ઉપર ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવામાં આવેલ હતી અને તે ખનીજ ચોરી પ્રકરણમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી ધાર્મિક ડોબરીયા દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં તોડ કરવામાં આવેલ છે આ આખી વિગત જિલ્લા કલેકટર કચેરીમાં ફરતી થઈ છે કલેકટર ખુદ પણ જાણે છે પરંતુ હાલના કલેક્ટર એક પર પ્રકારની કાર્યવાહી કરવા માંગતા નથી જે ખૂબ ચિંતા નો વિષય છે જામનગરમાં અવારનવાર ભ્રષ્ટાચારની બોરિંગ ખૂલતી રહે છે તેમ છતાં જામનગર કલેકટરના પેટનું પાણી હલતું નથી તે પણ એક મોટો વિષય છે અને આવતા દિવસોમાં જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા જો ગંભીરતાપૂર્વક કાર્યવાહીની કરવામાં આવે તો ગુજરાત સરકારને તેમ જ રેવન્યુ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ને લેખિતમાં ફરિયાદ કરવાની રહેશે જેના જવાબદાર જામનગર જિલ્લા કલેક્ટર પોતે રહેશે કારણ કે જમીન માફિયાઓને જામનગર જિલ્લા કલેકટર દ્વારા કેમ છાવરવામાં આવી રહ્યા છે તે વાત ખૂબ જ ચોર અને ચૌટે ચર્ચાનો વિષય બની રહી છે

@___________

BGB

gov.accre.Journalist

jmr

8758659878

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!