GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: બેલડા ગામને પ્લાસ્ટિક મુક્ત ગ્રામ બનાવવા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

તા.૨૩/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પ્લાસ્ટિક એકત્રીકરણ સહ અન્ય વિકલ્પો અંગે માહિતી અપાઈ
Rajkot: સમગ્ર જિલ્લામાં પર્યાવરણને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરાયું છે. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે યોજાયેલા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લાના બેલડા ગામે ગ્રામજનો દ્વારા રસ્તા, ઝાડી ઝાંખરા, શેરીઓમાંથી પ્લાસ્ટિક એકત્ર કરી વિસ્તારને સ્વચ્છ કરવામાં આવ્યો હતો.
સરપંચ અને તલાટી દ્વારા ગ્રામ લોકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવી, પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના કાપડની થેલીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. લોકોને પ્લાસ્ટિક થકી થતાં રોગ અને પ્લાસ્ટિક સિવાયના ગ્રામ વિસ્તારમાં સહજ પ્રાપ્ય અન્ય વિકલ્પો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.




