BANASKANTHAGUJARAT

રાધનપુર તાલુકાના વિજયનગર પ્રા.શાળામા અભ્યાસ કરતા ધો.- ૮ ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો..

રાધનપુર તાલુકાના વિજયનગર પ્રા.શાળામા અભ્યાસ કરતા ધો.- ૮ ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો..

રાધનપુર તાલુકાના વિજયનગર પ્રા.શાળામા અભ્યાસ કરતા ધો.- ૮ ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો..

રાધનપુર તાલુકાના વિજયનગર પ્રા.શાળામા અભ્યાસ કરતા ધો.- ૮ ના વિધાર્થીઓનો આજરોજ તા. ૦૩/૦૪/૨૦૨૫ ને ગુરૂવારના રોજ સવારે આચાર્ય નાનજીભાઈ પ્રજાપતિ (બંધવડ) ની ઉપસ્થિતિમા વિદાય સમારંભ યોજાયો.શાળાની વિધાર્થીનીઓએ સ્વાગત ગીત આચાર્ય નાનજીભાઈ એ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી શાળા પરિવાર દ્વારા શાલ ઓઢાડી મહેમાનોનું સ્વાગત કર્યું હતું.વિદાય લેતા વિધાર્થીઓ અને શિક્ષકોના સહકારથી શાળા ને સ્માર્ટ ટી.વી. અર્પણ કરવામાં આવ્યું હતું.ચૌધરી જ્યોત્સનાબેન કાંતિભાઈ ધુડાભાઈ તરફથી શાળાના વિધાર્થીઓ તથા આંગણવાડીના બાળકોને દૂધપાક,  પુરી,સુકી ભાજીનું તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. સરપંચ ઓખાભાઈ ચૌધરી,ઉપ-સરપંચ વિરમભાઈ ચૌધરી,પેથાભાઈ ચૌધરી, નારણભાઈ, સી.આર.સી. કો. અશોકસિંહ રાજપુત,રાધનપુર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ લાલજીભાઈ ચૌધરી,અલ્હાબાદ પ્રા.શાળાના આચાર્ય લક્ષ્મીબેન પ્રજાપતિ સહીત વિશાળ સંખ્યા માં ગ્રામજનો હાજર રહ્યા હતાં. કાર્યક્રમ ને સફળ બનાવવા શાળાના શિક્ષકો પ્રહલાદભાઈ, પિયુષભાઈ,નિલેશભાઈ, નેહલબેન વગેરેએ અથાગ મહેનત કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય નાનજીભાઈ પ્રજાપતિએ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!