તા.૧૫.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ આર.એન્ડ એલ પંડ્યા હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થી સમિતિ દ્વારા વિદાય સમારંભ યોજાયો
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલ એસ.એમ કુંડાવાલા હાયર સેકન્ડરી સ્કૂલ દાહોદ દ્વારા સત્રાંતે નિવૃત્ત થતા સુપરવાઇઝર એમ.કે. ફળદુ સાહેબનો વિદાય સમારોહ વિદ્યાર્થી સમિતિ દ્વારા તારીખ:૧૧.૦૯.૨૦૨૫, સવારે. ૧૦:૦૦ કલાકે દાદરવાલા સભાગૃહમાં શાળાના ભૌતિકશાસ્ત્રના નિવૃત્ત શિક્ષક જે.વી.સીંગસાહેબના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.સમારોહની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં કરવામાં આવી હતી.ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો.શાબ્દિક સ્વાગત પ્રવચન શાળાના આચાર્યા એન.એન.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી સમિતિ દ્વારા મહેમાનો નું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાથીઓ દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. શાળા પરિવાર માંથી ઉમંગ દરજી અને એચ.સી.કિશોરી દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.પ્રસંગને અનુરૂપ અધ્યક્ષશ્રી દ્વારા ઉદબોધન કરવામાં આવ્યુ હતું.આભાર વિધિ શાળાના સિનિયર શિક્ષક કે.ડી. લીમ્બાચીયા દ્વારા કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું તેમણે ૩૫ વર્ષ અને ૬ મહિનાની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન શિક્ષક,સુપરવાઇઝર, અને ઇન્ચાર્જ આચાર્ય તેમજ પરીક્ષક,મોડરેટર અને કોર્ડીનેટરની ખૂબ જ અગત્યની ભૂમિકાઓ ભજવી છે .જેના માટે મહેમાન શ્રી શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી દ્વારા પોતાના સ્થાન પર ઊભા થઈ તાળીઓના દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની એલ. આર.કુમારી આરાધના બામણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.પી.ટી.એ. અને એમ.ટી.એ.ના હોદ્દેદાર શ્રીઓ દ્વારા પણ એમ.કે ફળદુ સાહેબ નું સન્માન કરવામાં આવ્યું હતું.