GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO
Jetpur: જેતપુર(વિરપુર) આઈ.ટી.આઈ.ના વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ
તા.૧૫/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jetpur: ઓદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) જેતપુર(વિરપુર) ખાતે ભરતી સત્ર ઓગસ્ટ-૨૦૨૫માં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આઈ.ટી.આઈ.માં કોપા(કમ્પ્યુટર), ફિટર, વાયરમેન, ઈલેક્ટ્રિશીયન, સુઇંગ ટેક્નોલૉજી (સીવણ), હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર, અને મિકેનીક ડીઝલ સહિતના કોર્સ ચલાવવામાં આવે છે. જેમાં ઈચ્છુક ઉમેદવારો તા: ૩૦/૦૬/૨૦૨૫ સુધી આઈ.ટી.આઈ.ની itiadmission.gujarat.gov.in પરથી online ફોર્મ ભરી શકશે અથવા સરકારી આઈ.ટી.આઈ. જેતપુર (વિરપુર), પોલીસ સ્ટાફ ક્વાર્ટર સામે, માવતર વૃધ્ધાશ્રમની બાજુમાં, વીરપુર તા.જેતપુર ફોન નંબર-૦૨૮૨૩-૨૮૧૬૮૬ ખાતે સવારે ૯.૩૦થી ૫.૦૦ કલાક દરમ્યાન રૂબરૂ સંપર્ક કરી શકશે. તેમ જેતપુર ઓદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની યાદીમાં જણાવાયું છે.