એલ.આઇ.સી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ વહીવટી અધિકારી અરવિંદભાઈ પટેલ નો વિદાયમાં કાર્યક્રમ યોજાયો.
એલ.આઇ.સી ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ વહીવટી અધિકારી અરવિંદભાઈ પટેલ નો વિદાયમાં કાર્યક્રમ યોજાયો.
ભારતીય જીવન વીમા નિગમ હિંમતનગરમાં વરિષ્ઠ વહીવટી અધિકારી પદે કાર્યરત માન્ય શ્રી અરવિંદભાઈ પટેલનો વય મર્યાદા નો નિવૃત્તિ સન્માન કાર્યક્રમ યોજાયો. જેના અધ્યક્ષ પદે એલ.આઇ.સી ના નિવૃત્ત વરિષ્ઠ પ્રબંધક માનનીય રમણભાઈ કે. સોની ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અરવિંદભાઈ આર પટેલને સન્માનપત્ર. શાલ મોમેન્ટો વગેરેથી નવાજવામાં આવ્યા હતા. સાથોસાથ તેમની સમગ્ર કારકિર્દીમાં તેમને કરેલી અમૂલ્ય અવિરત સેવાઓની સરાહનીય નોંધ લેવામાં આવી હતી. જેમ કે કોરોના સમયમાં મૃતકોની તત્કાલ વીમા રાશિ સહાયભૂત કરવામાં ખૂબ મુદા સેવા પૂરી પાડી હતી. સાથોસાથ વીમા ધારકોને પાકતી મુદતની તેમજ તેમના પ્રીમિયમ કે અન્ય કામગીરીઓની જે સેવાઓ હસ્તે મુખે પૂરી પાડી તેને સૌ એજન્ટ મિત્રો અને વીમાધારકોએ ખુલ્લા મને પ્રશંસા કરી હતી. આવનારા દિવસોમાં અરવિંદભાઈ પટેલનું શેષ જીવન દીર્ધાયુ નિરામય અને સમાજની સેવા કરતા પસાર થાય એવી સૌ મિત્રોએ શુભેચ્છા પાઠવી હતી. અરવિંદભાઈ પટેલે પોતાના સન્માનના પ્રતિસાદમાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં કોઈપણ પ્રકારની એલ આઈ સી ને લગતી તેમજ સમાજ સેવા માટે તેઓ હંમેશા કાર્યરત રહેશે. અને જીવન અસ્તિત્વને સાર્થક કરશે. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ એલ.આઇ.સી.ના પદ અધિકારીઓ અને એજન્ટ મિત્રોથી કાર્યક્રમ સફળતાને ભર્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા