
તા.૧૦.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De. Bariya:દેવગઢ બારિયાના ચેનપુર ખાતે ખેડુત નિદર્શન કાર્યક્રમ યોજાયો
પરમ્પરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ખેતીવાડી વિભાગના માર્ગદર્શન અને સહયોગ થકી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામા આવેલ ચેનપુર ગામના પર્વતભાઇના ફાર્મ પર રવિ કૃષિ મહોત્સવ નિમિતે ૨ દિવસીય ખેડુત નિદર્શન કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમ દરમ્યાન પ્રાકૃતિક ખેતી અપનાવતા રૂવાબારી ગામના સુરેશભાઇ પગી સહિત અન્ય પ્રગતિશીલ ખેડુતોએ પોતાના તરફથી શાકભાજી તેમજ ફળપાકોનુ પણ નિદર્શન કરવા માટે સ્ટોલ ઉભા કર્યા હતા. જેમા પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વડે પકવેલ વિવિધ પ્રકારના રીંગણ, ટામેટા



