GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર શહેરમાં દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો તથા રસોઈ મહોત્સવ ફ્રુટ ફન ફેર યોજાયો હતો.

તા.22/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી દર્શન વિદ્યાલય એક્ટિવ વિવિધલક્ષી ટ્રસ્ટ સંચાલિત દ્વારા રવિવારના રોજ એક ભવ્ય ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને મંચ પૂરું પાડવાના હેતુથી શાળા પરિવાર દ્વારા ‘ગણિત- વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન’, ‘રસોઈ મહોત્સવ’ અને ‘ફૂડ ફન ફેર’નું આયોજન નવા બિલ્ડિંગ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય શિક્ષણાધિકારી એ.એમ. ઓઝા સાહેબના વરદ હસ્તે સવારે ૮ કલાકે કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલા આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણને લગતા વિવિધ લાઈવ મોડેલ્સ સાથે જ રસોઈ મહોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત સ્વાદિષ્ટ વાનગીઓ અને સ્વાસ્થ્યપ્રદ ફળોના સ્ટોલ્સ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું શાળાના ટ્રસ્ટીગણ અને આચાર્યોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને તેઓ વ્યવહારુ જ્ઞાન મેળવે તેવો છે તેમજ આ પ્રદર્શન નિહાળવા માટે સવારે ૯ થી ૧૨ અને બપોરે ૧ થી ૪ વાગ્યા સુધીનો સમય રાખવામાં આવેલ હતું ત્યારે રતનપર અને આસપાસના વિસ્તારના તમામ શિક્ષણપ્રેમી જનતાને આ ઉત્સવમાં ભાગ લેવા ઉપસ્થિત રહ્યા હતા.

Check Also
Close
Back to top button
error: Content is protected !!