શ્રી સ્વસ્તિક વિધાલય થરામા ધો.-૧૦/૧૨ ના વિધાર્થીઓનો શુભેચ્છા સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
શ્રી સ્વસ્તિક વિધાલય થરામા ધો.-૧૦/૧૨ ના વિધાર્થીઓનો શુભેચ્છા સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

શ્રી સ્વસ્તિક વિધાલય થરામા ધો.-૧૦/૧૨ ના વિધાર્થીઓનો શુભેચ્છા સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ શ્રી કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ કેળવણી મંડળ સંચાલિત શ્રી સ્વસ્તિક વિધાલય ખાતે ધો.-૧૦/૧૨ ના વિધાર્થીઓ માટે શુભેચ્છા સમારોહનું ૨૧/૦૨/૨૦૨૬ ના રોજ બ.કાં. જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોર ના અધ્યક્ષ સ્થાને થરા APMC ના પૂર્વચેરમેન અણદાભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં મંડળના પ્રમુખ ભુપતજી મકવાણાસહિત ટ્રસ્ટીઓ બબાજી ઠાકોર,ડી.ડી. જાલેરા,જસવંતજી જગાણી, વાલાજી ઉણેચા,અમરાજી ઘાંઘોસ,દશરથજી ઠાકોર,શ્રી સદારામ કોમ્પ્યુટરના સુરેશભાઈ ઠાકોર,સોમાજી જગાણી ની હાજરીમા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આચાર્ય અભુજી ખીમણીયાએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનો આવકારી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ લાવનાર તેજસ્વી વિધાર્થીઓને શાળા પરિવાર અને દાતાશ્રીઓ દ્વારા ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.તેમજ શાળાના વિકાસમાં સહયોગી બનનાર તમામ દાતાઓનું પણ શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત મહાનુભાવોએ વિધાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ઉત્તમ સફળતા મળે તે માટે પ્રેરક ઉદબોધન કરી વિદાય લેતા ધો.-૧૦/૧૨ ના વિધાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 22530







