BHARUCHGUJARATNETRANG

નેત્રંગ : શ્રીમતી એમ.એમ.ભક્ત હાઈસ્કૂલમા ઉચ્ચતર પ્રાથમિક વિભાગમા ફરજ બજાવતા મહિલા આચાર્યનું માર્ગ અકસ્માત માં મોત જ્યારે એક શિક્ષિકા ઘાયલ…

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૨૦/૦૨/૨૦૨૪

 

નેત્રંગ નગરમા આવેલ ભક્ત હાઈસ્કૂલમા ઉચ્ચતર પ્રાથમિક વિભાગ મા ફરજ બજાવતી મહિલા આચાર્ય તેમજ અન્ય એક શિક્ષિકા શાળાના કામ અઁથે પઠાર ગામની પ્રાથમિક શાળામા ગયા હતા. જયા કામ પતાવી પરત ફરતી વખતે તેઓના સ્કુટર ને ફોરવ્હીલ ચાલકે પાછળથી અડફેટે લેતા મહિલા આચાર્ય નુ ધટના સ્થળે જ મોત જયારે સાથી શિક્ષિકાને ગંભીર ઇજાઓ થતા સુરત ખાતે સારવાર હેઠળ.બનાવને લઇ ને નેત્રંગ નગર મા ધેરાશોક લાગણી ફરીવળી છે.

 

નેત્રંગ નગર મા આવેલ શ્રીમતી એમ.એમ.ભક્ત હાઈસ્કૂલમા ઉચ્ચતર પ્રાથમિક વિભાગ મા ફરજ બજાવતા મહિલા આચાર્ય મનિલાબેન કેસરીસિંહ દેશમુખ ઉ.વ.૫૩ તેમજ તેઓની સાથે ફરજ બજાવતી શિક્ષિકા પુષ્પાબેન ઉમેશભાઈ પાટીલ.ઉ.વ.૩૫ બંન્ને શિક્ષિકાઓ તા.૧૩મી ફેબુઆરીના રોજ શાળાના કામ અઁથે પુષ્પાબેન પાટીલના પ્લેસર સ્કુટર કે જેનો નંબર જીજે ૦૫ એમપી ૦૧૦૮ લઇ ને વાલીઆ તાલુકાના પઠાર ગામે આવેલ ભરૂચ જીલ્લા પંચાયત હસ્તક ચાલતી પ્રાથમિક શાળા ખાતે ગયા હતા. જયા કામકાજ પતાવી ત્રણ થી ચાર ના સમયગાળા દરમિયાન નેત્રંગ ભક્ત હાઈસ્કૂલ ખાતે પરત ફરી રહ્યા હતા. ત્યારે પઠાર ગામની નવીવસાહત પાસે થી પસાર થઇ રહ્યા હતા. તેવા સમયે વાલીઆ તરફથી પુરઝડપે અને ગફલત ભરી રીતે આવી રહેલ ફોરવ્હીલ નંબર જીજે ૨૨ પી ૦૧૦૮ ના ચાલકે પાછળ થી અડફેટે લેતા સ્કુટર પર પાછળ સવાર મનિલા દેશમુખ ઉછળી ને રોડપર પટકાતા તેઓનુ ધટના સ્થળે જ મોત નિપજયુ જ્યારે સ્કુટર ચાલક પુષ્પાબેન ને શરીરના ભાગો પર ગંભીર ઇજાઓ થતા ૧૦૮ ઇમજન્સી સેવા થકી પ્રથમ નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપીયા બાદ વધુ સારવાર અઁથે અંકલેશ્વર ની ખાનગી હોસ્પિટલ બાદ સુરત ખાતે સારવાર અઁથે સંગાસંબધીઓ લઇ ગયા છે.બનાવને લઇ ને ધટના સ્થળે લોકટોળા મોટી સંખ્યા મા એકત્ર થયા હતા.બનાવને પગલે વાલીઆ પોલીસ સ્ટેશન મા ગુનો નોંધાયા બાદ નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે મનિલાબેન દેશમુખ ની લાશનુ પીએમ કરવામા આવ્યુ હતુ. સદગતની અંતિમ યાત્રા ૧૪મી ના રોજ તેઓના નિવાસસ્થાનેથી નિકળી હતી. ભક્ત હાઈસ્કૂલ ખાતે લઇ જવામા આવી હતી. મોટી સંખ્યા મા નગરજનો જોડાયા હતા.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!