NAVSARI

Navsari: પર્યટક સ્થળ ઉંભરાટ ને જોડતા વેસ્મા થી મરોલી ને જોડતા મુખ્ય માર્ગ નું નવીનીકરણ કામ પુર્ણ થતા લોકો ને રાહત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી જિલ્લા ના નેશનલ હાઇવે નં ૪૮ ને અડીને આવેલ વેસ્મા ગામ નજીકથી પસાર થતા અને પર્યટક સ્થળ ઉભરાટને જોડતા વેસ્મા મરોલી મુખ્ય માર્ગ નું કામ શરૂ થતા આ માર્ગ પરથી પસાર થતા લોકો ને રાહત,થઇ છે.છેલ્લા પાંચ વર્ષથી આ માર્ગ પર થી પસાર થતા લોકોને રસ્તા ની  સપાટીને લઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જેને લઇ જલાલપોર તાલુકાના ધારાસભ્ય આર સી પટેલ દ્વારા સરકારશ્રી માં આ રસ્તાને રિસરફેસ કરવાની રજૂઆત  કરી હતી. આ કામગીરી માં રસ્તાના રિસરફેસ ઉપરાંત ડિવાઇડર રીપેરીંગ ,રોડ ફર્નિચરની કામગીરી, થર્મોપ્લાસ્ટ પટ્ટા, તેમજ ડાભેલ ગામે રોડ ની બાજું મા તળાવની ફરતે પ્રોટેક્શન વોલ ની કામગીરી નો સમાવેશ કરવામાં આવેલ. જેની ટેન્ડરિંગ વગેરે ની  પ્રક્રિયા ખૂબ જ ઝડપ થી પૂર્ણ કરી કામગીરી હાલ પૂર્ણ થવાને આરે છે, જેને લઇ સ્થાનિકો તેમજ આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ રાહત અનુભવી રહ્યાં છે.

Back to top button
error: Content is protected !!