DAHODGUJARAT

દાહોદના ગોદીરોડ પર સ્થિત સત્યનામ આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલમાં સૉર્ટ સર્કિટના કારણે લાગી આગ 

તા.૧૭.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ગોદીરોડ પર સ્થિત સત્યનામ આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલમાં સૉર્ટ સર્કિટના કારણે લાગી આગ

દાહોદના ગોદીરોડ રામનગર સોસાયટીમાં આવેલ સત્યનામ આયુવેર્દીક પંચકર્મ હોસ્પિટલમાં સાંજના ૯:૦૦ કલાકની આસપાસ સૉર્ટ સર્કિટ તથા.સૉર્ટ સર્કિટના કારણે હોસ્પિટલમાં આગના ગોટે ગોટા નીકળતા આસપાસના આવતા જતા લોકોની નજર પડતા લોકોએ બુમા બુમ કરતા સ્થાનિક લોકો એકઠા થયા હતા.અને પાણીનો છટકાવ કરી આગને ઓલવવાની કામગીરીમાં જોતરાયા હતા.પણ આગએ જોત જોતામાં વિક્રાંળ રૂપ ધારણ કરી લેતા સ્થાનિક લોકોએ દાહોદ નગરપાલિકા ફાયર વિભાગ ૧૦૧ પણ દાહોદના ગોદીરોડ રામનગર સોસાયટીમાં સ્થિત સત્યનામ આયુવેર્દીક પંચકર્મ હોસ્પિટલમાં આગ લાગવાની જાણ કરી જેની જાણ તથાજ દાહોદ નગરપાલિકા ફાયર વિભાગની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી હોસ્પિટલમાં લાગેલી આંગ પર સતત પાણી નો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.આગ સૉર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જાણવા મળેલ છે દાહોદના ગોદીરોડ પર સ્થિત હોસ્પિટલમાં સૉર્ટ સર્કિટના કારણે લાગેલી આગના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા MGVCL વિભાગ દ્વારા તે વિસ્તારની લાઈટો બંધ કરાઈ હતી

Back to top button
error: Content is protected !!