અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી બાયડ બજારમાં વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવી, કુરિયર ઓફિસના ગોડાઉનમાં લાગી આગ
ગત રાત્રિએ અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી હતી જેમાં મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લામાં બાયડના ખાતે કુરિયર ઓફિસના ગોડાઉનમાં આગ લાગી હતી આગ લાગતા ની સાથે નજીક રહેલા પાર્ક કરેલા વાહનો પણ આગની ઝપેટમાં આવ્યા હતા ભારે પવન ને કારણે આગ પ્રસરતા આજુબાજુની પાઇપ ની દુકાનોમાં પણ આગ લાગવાની માહિતી પ્રાપ્ત થઇ હતી હાલ આગ લાગવાનું કારણ અકબંધ છે બીજી તરફ આગ લાગતા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો