GUJARAT

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના “કાવા”ગામે વણકર વાસમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી ઉઠી

કાવા”ગામે સાંજના આશરે સાત વાગે વણકરવાસમાં રહેતા, અંબાલાલા દુલાભાઇના ઘરમાં શોર્ટસર્કિટથી આગ લાગતા અફરા-તફડી મચી જવા પામ્યાના સમાચાર પ્રાપ્ત થયાછે.જ્યારે બાજુના એક મકાનને આંશિક નુકસાન થવા પામ્યુંછે.

મહોલ્લાના અને ગામના લોકોને જાણ થતાં લોક ટોળા ઉમટી આગપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ જોત-જોતામાં આગે વિકળાર સ્વરૂપ ધારણ કરતાં ગામના સરપંચ કલ્પેશભાઈ ગોહિલ ઘટના સ્થળે આવી જંબુસર નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતાં સ્થળ પર,પહોંચી આગપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

પરંતુ,ભયંકર જ્વાળા સ્વરૂપે પ્રગટેલ આગે વરવું સ્વરૂપ ધારણ કરેલ હોય સરપંચ દ્વારા,

ઓએનજીસી વાસેટા, પીજીપી ગ્લાસ ઉચ્છદ તથા,પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ ફાયર ને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી અઢી કલાકની ભારે જહેમત બાદ બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

અહીંયા ખાસ ઉલ્લેખનીય બાબત એ છેકે અંબાલાલ પરમાર પોતે વયોવૃદ્ધ હોય મજૂરી કરી પેટીયું રડતા હોય અચાનક આગ લાગતા, ઘરની તમામ ચીજ વસ્તુ,ઘરવખરી, લક્કડ, છતના પતરા બળીને ખાખ થઈ જતા પરિવાર હેબતાઈ ગયો હતો.. જ્યારે બાજુના રણછોડભાઈ છોટુભાઈ પરમારના ઘરને પણ આગથી આંસિક નુકસાન થવા પામેલછે.

આગમાં સદનસીબે કોઈ માનવહાની થવા પામેલ નથી. કાવા ગામે આગ લાગ્યાની જાણ મામલતદાર વી.બી પરમાર તથા જંબુસર પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરેલછે

રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!