BANASKANTHAKANKREJ
દીઓદર- પાવાગઢ બસને થરા સુધી લંબાવતા માઈ ભક્તોમાં અનેરો આનંદ છવાયો..
કાંકરેજ તાલુકાની પ્રજા મેટ્રો બૂલેટ ટ્રેન જેવી સુવિધા તો વિકાસના વંટોળ વચ્ચે મેળવી શકી નથી પણ સામાન્ય એસ.ટી. બસ સેવાથી કાયમી વંચિત રહી છે.થરા નગર એ કાંકરેજ તાલુકાનું વહેપારી મથકની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ આગળ પડતું ૬૦થી ૭૦ ગામડાં સાથે જોડાયેલ હોવા છતા સૌરાષ્ટ્ર કે ગાંધીનગર ની સીધી એસ.ટી.બસ સેવાથી વંચિત રહી છે.ત્યારે કાંકરેજ તાલુકાના અને પાવાગઢ દર્શનાર્થે જતા માઈભક્તોની લાગણીને માન આપી વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના માર્ગદર્શન થી ભારતીય મજૂર સંઘના ઉપ પ્રમુખ શૈલેષભાઈ બારોટ (રૂની) ના અથાગ મહેનતથી ચાણસ્મા ડેપો મેનેજર ગુંજનભાઈ પંચાલ નો સંપર્ક કરી દીઓદર-પાવાગઢ બસને થરા સુધી લંબાવી આજ રોજ તા.૧૦/૦૬/૨૦૨૪ ને સોમવારે સાંજે ૪ કલાકે થરા નગર પાલિકાના પ્રમુખપતિ નિરંજનભાઈ સોનીની ઉપસ્થિતિ માં કંકુતિલક કરી ડ્રાયવર-કંડક્ટર ને મ્હોં મીઠું કરાવી ગાડી પ્રસ્થાન કરાવેલ.જે બસ વાયા શિહોરી પાટણ ચાણસ્મા મહેસાણા અમદાવાદ વડોદરા થઈ રાત્રે ૧૨ કલાકે પાવાગઢ પહોંચશે અને સવારે ૯ કલાકે પાવાગઢ થી નીકળી પાટણ સુધી પરત આવશે તેમ શૈલેષભાઈ બારોટે જણાવ્યું હતું.આ પ્રસંગે જે.વી.માસ્ટર,શ્રી મહાકાળી માતાજીના ભક્ત અમરતજી ઠાકોર તાણાં,થરા ટી. સી.એમ.એમ.વાઘેલા, મુસાફર ભગવનભાઈ એમ. પ્રજાપતિ (સમેચા) સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા





