ARAVALLIBHILODAGUJARAT

ભિલોડામાં આંખની હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી,ભિલોડા તાલુકા મથકે ફાયર બ્રિગેડ સ્ટેશન બનાવવા માંગ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડામાં આંખની હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી,ભિલોડા તાલુકા મથકે ફાયર બ્રિગેડ સ્ટેશન બનાવવા માંગ

 

ભિલોડા તાલુકા મથકે ફાયર બ્રિગેડ સ્ટેશન બનાવવામાં આવેની માંગ ક્યારે સ્વીકારશે,ભિલોડામાં ફાયર બ્રિગેડની તાતી જરૂરિયાત, જયારે આગ લાગી ત્યારે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે હાર્દસમા વિસ્તારમાં આવેલ દ્રષ્ટિ આંખની હોસ્પિટલમાં શોર્ટ-શર્કિટ દરમિયાન એકા-એક આગ ભભુકી ઉઠી હતી.એકંદરે સવારે હોસ્પિટલ બંધ હોય કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી ? આધારભુત સુત્રો ધ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સ્થાનિક લોકોએ ફાયર સેફટીની બોટલોનો ઉપયોગ કર્યો અને પાણીનો ધરખમ મારો ચલાવી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ આગ પર કાબુ મેળવ્યો હતો.

અરવલ્લી જીલ્લામાં ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો મોટામાં મોટો વિસ્તાર ધરાવતા ભિલોડા તાલુકામાં જયારે-જયારે કોઈ પણ સમયે, કોઈ પણ અગમ્ય કારણોસર કોઈ પણ જગ્યાએ આગ ભભુકી ઉઠે ત્યારે કોઈ પણ વ્યકિત ને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવતો હોય છે.હિંમતનગર, મોડાસા, બાયડથી ફાયર બ્રિગેડની ટીમ આવે ત્યાં સુધીમાં તો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે.જ્યાં આગ ભભુકી હોય ત્યાં આગની જવાળાઓથી કોઈ પણ વ્યકિતને વ્યાપક નુકસાન થઈ જાય છે.ભુતકાળમાં અનેક જગ્યાએ આગ ભભુકી હોય તેવી અનેક ઘટનાઓ સર્જાઈ ગઈ છે.વ્યાપક નુકસાન પણ થયેલ છે.ભિલોડા તાલુકા મથક ખાતે ફાયર બ્રિગેડ વાનની ફાળવણી રાજ્ય સરકાર ધ્વારા થાય તેમ જાગૃત નાગરિકો આશા સેવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!