
પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
ઉમરેઠ નગરમાં થામણા ચોકડી વિસ્તારમાં ઉમરેઠ ફોરેસ્ટ ઓફિસ પાસે ટ્રાન્સફોર્મરમાં કોઈક કારણોસર આગ લાગી.આગ લાગવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો.આગ લાગવાના થોડા સમયમાં જ ઉમરેઠ MGVCL તથા ઉમરેઠ નગરપાલિકા ફાયર વિભાગને જાણ થતાં સમયસર ઘટના સ્થળે આવીને મોટી દુઘર્ટના થતાં પહેલાં જ આગને કાબૂમાં કરી લીધી હતી.





