
વિજાપુર રણાસણ જીઆઇડીસી મા આવેલ અંશ બાયોટેક સર્જીકલ પાટા પીંડી બનાવતી ફેક્ટરી મા આગ લાગી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર.
વિજાપુર રણાસણ જીઆઇડીસી મા ૩૮ નંબર મા આવેલ અંશ બાયોટેક સર્જીકલ પટા પીંડી કોટન બનાવતી ફેકટરી મા આગ લાગી હતી.આગ ના બનાવને પગલે આસપાસ ના લોકો દોડી આવ્યા હતા અંશ બાયોટેક ફેકટરી સર્જીકલ પાટાપીંડી માટે વપરાતું રૂ કોટન અને મશીન બળી જવા પામ્યું હતું ફેકટરી ઉપર ઉપસ્થિત સંચાલકે જણાવ્યું હતુકે રૂ અને પાટા પીંડી બનાવતું મશીન તેના સાધનો બળી જતા અંદાજિત રૂપિયા ૨૦ લાખ નુ નુકશાન થયા હોવાનું જણાવ્યું હતુ. ફેકટરી ઉપર બનેલ આગ ના બનાવ ની જાણ ફાયર વિભાગ ને કરતા એપીએમસીનુ ફાયર ફાઇટર તેમજ પાલીકાનુ ફાયર ફાઇટર સ્થળે પોગચ્યું હતું આગ ઓલવવા ની કામગીરી હાથ ધરાઈ હતી જોકે માલ સામગ્રી ના નુકશાન થયુ હતું જોકે ફેકટરી મા કામ કરતા કર્મચારી ઓ બનાવ ના પગલે ફેકટરી માંથી બહાર નીકળી આવ્યા હતા. જેથી કોઈ જાનહાની થઈ નથી ફેકટરી બનાવેલ બાકી નુ પાટાપીંડી બચેલા રૂ કાચી સામગ્રી ને બચાવવા ની કામગીરી હાથ ધરાઈ હતી જેના કારણે મોટું નુકશાન થતું બચ્યુ હતુ.




