GIR SOMNATHGUJARATUNA

ઉનાના કોટ વિસ્તારમાં આવેલ જુના પોલીસ સ્ટેશનમાં લાગી આગ

ઉનાના કોટ વિસ્તારમાં આવેલ જુના પોલીસ સ્ટેશનના પટાંગણમાં આગ લાગતા ૭ કાર તેમજ અન્ય નાના-મોટા વાહનો બળીને ખાખ

 

આગ લાગવાનું કારણ અકબંધ

 

પોલીસ તેમજ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર દોડી આવતા અન્ય નાના-મોટા વાહનોને સળગતા બચાવી લીધા હતા

 

ઉનાના કોટ વિસ્તારમાં આવેલ જુના પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં અલગ અલગ ગુનામાં કબજે કરી રાખવામાં આવેલા વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા કાબુ મેળવી અન્ય વાહનોને સળગતા બચાવી લેવાયા હતા

 

પ્રાપ્ત વિગતો અનુસાર ઉનાના કોટ વિસ્તારમાં આવેલ જુના પોલીસ સ્ટેશનમાં સાંજના છ વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી આગનું સ્વરૂપ એટલું ભીષણ હતું કે ધુમાડાના ગોટે ગોટા દુરથી જોવા મળતા આસપાસના રહીશો ઘટના સ્થળે આગ જોવા પહોંચી ગયા હતા. આ આગ લાગવાની જાણ ઉના પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના રમેશ ચાવડા, રાજુ ચાવડા, વિજય સોલંકી, રમેશ વાજા, રણજીત પરમાર તેમજ કોટ વિસ્તારના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ પર પાણીનો છટકાવ કરી કાબુ મેળવ્યો હતો અને સદ નસીબે આગના કારણે કોઈ જાનહાની થઈ ન હતી

 

પોલીસે જુના પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ માં રિકવર કરેલ કાર તેમજ નાના મોટા વાહનો પડયા હતા જે પૈકી ૭ જેટલી મોટર કાર તેમજ અન્ય નાના મોટા વાહનો બળીને સંપૂર્ણ પણે ખાખ થઈ ગયા હતા ત્યારે ઉનાના કોટ વિસ્તારમાં આવેલ જુના પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જ ભેદી રીતે લાગેલી આ આગ બાબતે જાણ થતાં ઉના પોલીસ ઇન્સ્પેક્ટર.એન.કે ગૌસ્વામી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.બી.જાડેજા સહિતનાઓ દોડી આવ્યા હતા અને કઈ રીતે આગ લાગી અને ૭ થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી હતી

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!