તસ્વીર:કુંજન પાટણવાડીયા
પ્રતિનિધિ:ઉમરેઠ
ઉમરેઠ નાસિકવાળા હોલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા કરશનદાસ બાપુ, વડોદરા લોક્સભા ઇન્ચાર્જ વિરેન્દ્ર રામી, આણંદ લોકસભા ઇન્ચાર્જ અમરીષ પટેલ, ઉમરેઠ વિધાનસભા પ્રભારી રોહિત સોલંકી, ઉમરેઠ શહેર પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં નગરજનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દિપ પ્રાગટ્ય તથા પ્રાસંગીક પ્રવચન બાદ મંચસ્થ મહાનુભાવો દ્વારા આમ આદમી પાર્ટીનાં પ્રચાર અને પ્રસાર કરવા તથા પાર્ટીની વિચારધારા ઘર-ઘર સુધી પહોંચાડવા બાબતે કટીબદ્ધતા બતાવી હતી. ધર્મની રાજનીતી નહી પરંતુ જનતાની પ્રગતી અને પ્રશ્નોનાં ઉકેલ લાવવા તથા મોંઘવારી અને લોકશાહી વિશે વાત કરી હતી. જનસભા કાર્યક્રમ દરમ્યાન વીજળી ગુલ થતા ઉપસ્થિત રહેલા નગરજનો અને કાર્યકરો મધ્યે તર્ક-વિતર્ક અને આશંકાઓ સેવાઈ રહી હોવાનો ગણગણાટ થયો હતો. આમ આદમી પાર્ટીનાં ઉમરેઠ વિધાનસભાનાં પ્રભારી રોહિત સોલંકી દ્વારા આગામી ઉમરેઠ નગરપાલિકાની ચૂંટણીમાં દરેક વોર્ડમાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા બાબતની વાત કરી હતી. ઉમરેઠનાં નગરજનો તથા આમ આદમી પાર્ટીનાં કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રોહિત સોલંકી :
આમ આદમી પાર્ટી વાળાનાં અહીંયા પ્રવેશવા નહી દેવાનાં, કોઈ સભાઓ નહી થવા દેવાની, જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં પ્રવેશશે તો દિલ્હીવાળી અને પંજાબવાળી કરશે, અમે હવે સંકલ્પ કર્યો છે કે દિલ્હીવાળી અને પંજાબવાળી તો કરીશું પરંતુ વિસાવદરવાળી અને ડેડીયાપાડાવાળી કરીશું.