ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજના ઘોરવાડા ગામે ઘઉંના ખેતરમાં આગ, અંદાજે 200 મણ પાક બળીને ખાખ – વીજતંત્ર ની બેદરકારીના આક્ષેપો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજના ઘોરવાડા ગામે ઘઉંના ખેતરમાં આગ, અંદાજે 200 મણ પાક બળીને ખાખ – વીજતંત્ર ની બેદરકારીના આક્ષેપો


અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઘોરવાડા ગામમાં ઘઉંના ઉભા પાકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ વીજતાર એકબીજા સાથે ટકરાતા તણખા પડ્યા હતા અને તેના કારણે ખેતરમાં આગ લાગી હોવાની ચર્ચા ચાલી રહી છે.આ આગની ઘટનામાં ખેડૂત તરાલ મુળચંદભાઈ સોમાભાઈના ખેતરમાં ઉભેલો ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો હતો. અંદાજે 200 મણ જેટલો ઘઉંનો તૈયાર થયેલ પાક નષ્ટ થયો હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે. જગતના તાતના હાથમાંથી અનાજનો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ઘટનાની જાણ થતાં ગામલોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ પાકના મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં વીજ વિભાગ સામે રોષ જોવા મળી રહ્યો છે. વીજતંત્રની બેદરકારીના કારણે ખેડૂતને નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. અસરગ્રસ્ત ખેડૂતને સરકાર તરફથી યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે.

Back to top button
error: Content is protected !!