ARAVALLIDHANSURAGUJARATMODASA

અરવલ્લીના ધનસુરા માં જે.એસ. મહેતા હાઈસ્કૂલ, ધનસુરા ખાતે ફાયર સેફ્ટી અને આપત્તિ વ્યવસ્થાપન જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લીના ધનસુરા માં જે.એસ. મહેતા હાઈસ્કૂલ, ધનસુરા ખાતે ફાયર સેફ્ટી અને આપત્તિ વ્યવસ્થાપન જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના મુખ્ય ગામ ધનસુરા ખાતે આવેલી શ્રી જે.એસ. મહેતા અને કે.જે. મહેતા હાઈસ્કૂલમાં તારીખ ૨૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ફાયર સેફ્ટી તથા આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોડાસા સ્ટેશન ફાયર ટીમના લીડીંગ ફાયરમેન દિલીપભાઈ પારધી, પાર્થ પટેલ તથા નિકુંજભાઈ પટેલે વિદ્યાર્થીઓ અને સ્ટાફને આગની ઘટનામાં કેવી રીતે સુરક્ષિત રહેવું તેમજ ફાયર સેફ્ટીનાં સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો તેની વિગતવાર માહિતી આપી હતી. તેમણે વાસ્તવિક બચાવ કામગીરીનું પ્રાયોગિક પ્રદર્શન પણ કર્યું હતું.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અરવલ્લી જિલ્લાના ડી.પી.ઓ. (ડિઝાસ્ટર) બી.એ. મહીડાએ હાજરી આપી હતી. તેમણે આપત્તિ વ્યવસ્થાપન વિશે વિદ્યાર્થીઓને સમજાવતાં જણાવ્યું કે આપત્તિ એટલે શું, કોઈ પ્રાકૃતિક કે માનવસર્જિત આપત્તિ આવે તો કેવી રીતે પોતાનું રક્ષણ કરવું તથા સંબંધિત વિભાગોને તાત્કાલિક જાણ કરવી તેની વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત રાજ્યની આપત્તિ હેલ્પલાઈન નંબર ૧૦૭૭ વિશે પણ વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન શાળા તરફથી કરવામાં આવ્યું હતું અને તે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

Back to top button
error: Content is protected !!