
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સીટી નવસારી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે નવસારી કૃષિ યુનિવર્સીટીના કુલપતિ ડૉ. ઝેડ. પી. પટેલના માર્ગદર્શન હેઠળ તા. ૮ થી ૧૨ જુલાઈ ૨૦૨૪ ના રોજ કે.વી.કે. એન.એ.યુ., વઘઈ ખાતે “વાંસની ટોપલી અને અન્ય વાંસ હસ્તકલા ઉત્પાદન” પર પાંચ દિવસીય વ્યવસાયિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ડાંગ જીલ્લાના વિવિધ ગામોની ૧૮ જેટલી સખી મંડળમાંથી ૩૦ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો.
પાંચ દિવસીય વ્યવસાયિક તાલીમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. એલ. વી. ઘેટીયા, વૈજ્ઞાનિક વિસ્તરણ ડૉ. જે. બી. ડોબરીયા, ગુજરાત લાઈલીવુડ મિશન વઘઈના નિલેશભાઇ, પ્રગતિશીલ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર સંજયભાઈ જે. ચૌધરી, મહેશભાઈ એસ. કાંહડોળિયા, ચંદ્રેશભાઈ છગનીયા, બાયફના સંજીવ કુવર જેવા કૃષિ નિષ્ણાંતોએ પધ્ધતિ નિદર્શન અને વ્યાખ્યાનો આપીને તાલીમને પૂર્ણ કરી હતી. તાલીમના અને સખી મંડળની બહેનોનો પ્રતિભાવ લીધો હતો તેમજ બહેનો દ્વારા પોતાના વ્યવસાયમાં આ તાલીમના માધ્યમ દ્વારા નવુ કરવાની શપથ લીધી હતી. આ તાલીમમાં ૩૦ થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. તાલીમ ના અંતે આ વ્યવસાયિક તાલીમ નુ પ્રમાણપત્ર પણ સખી મંડળ ના બહેનો ને આપવામા આવ્યુ હતુ.




