
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સાપુતારા ખાતેની શાળાઓ સહિત સરકારી કચેરીઓમાં ૭૭માં પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સાપુતારા નોટીફાઈડ એરિયા કચેરી ખાતે ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે ડાંગ-આહવા કલેક્ટર કચેરીના જનસંપર્ક અધિકારી બી.એ. અધેરાના વરદ હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં નિર્ધારિત સમયે ધ્વજવંદન બાદ હર્ષ ધ્વનિ કરવામાં આવ્યો હતો.અને ત્યારબાદ જનસંપર્ક અધિકારીએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. રાષ્ટ્રગાન બાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવામાં આવ્યો હતો.ગિરિમથકની અન્ય સંસ્થાઓમાં પણ દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો હતો,જેમાં સાંદીપની શાળા સાપુતારા ખાતે હોટલ એસોસિએશનના સેક્રેટરી તુકારામભાઈ કર્ડિલેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓએ સાપુતારાના માર્ગો પર ભવ્ય રેલી કાઢી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. આ સમગ્ર ઉજવણીમાં સાપુતારા હોટલ એસોસિએશનના હોદ્દેદારો અને સ્થાનિક વહીવટીતંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..





