વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ – ભુજ કચ્છ.
ભુજ,તા-૦૨ ઓગસ્ટ : ભુજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મિતેશ ભંડેરી અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.રોહિત ભીલ અને મેડિકલ ઓફિસર ડૉ.અસલમ માર્ગદર્શન હેઠળ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભૂજ -૧ મધ્યે પિયર એજ્યુકેટરની મિટિંગ અને કીટનું વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોર સ્વાસ્થ્ય સલાહકાર કાનજી મહેશ્વરી દ્વારા પિયર એજયુકેટરને RKSK કાર્યક્રમની રૂપરેખા તેમના ઘટકો વિશે પોષણ, પ્રજનન સ્વાસ્થ્ય, માનસિક આરોગ્ય, બિન ચેપી રોગો, વ્યસન, હિંસાઓ અને ઇજાઓ વિશે જાણકારી અપાઇ હતી. જિલ્લામાંથી DSBCC ઈસ્માઈલ સમાએ સોશિયલ મીડિયાના ગેરફાયદાઓ, આત્મહત્યા જેવા વધતા કિસ્સાઓ તેમજ જીવન કૌશલ્યો તેમજ સામાજિક વર્તન પરીવર્તન સંચાર વિશે માહિતી આપી હતી. ઈનચાર્જ MPHS અજીતભાઇ વાઘેલાએ ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા વાહકજન્ય રોગો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ હાજર તમામ પિયર એજ્યુકેટરને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનું સંચાલન ડો.ભૂમિબેન અને FHS વૈશાલીબેન દ્વારા કરવામાં આવ્યું હતું.