GUJARAT

દેડિયાપાડા બસ સ્ટેન્ડ ખાતે ફ્લેશ મોબનું આયોજન કરાયું

દેડિયાપાડા બસ સ્ટેન્ડ ખાતે ફ્લેશ મોબનું આયોજન કરાયું

તાહિર મેમણ : ડેડીયાપાડા – 28-04/2024 – લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારી ઊંચી આવે તેવા ઉમદા આશય સાથે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સઘન કાર્યક્રમ અમલમાં મૂકાયો છે. નર્મદા જિલ્લામાં ૨૧-ઉટાઉદેપુર લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ ૧૪૮ નાંદોદ વિધાનસભા અને ૨૨-ભરૂચ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ ૧૪૯- દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં આગામી ૭મી મેના રોજ મતદાન યોજાનાર છે. મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે તા.૨૭/૦૪/૨૦૨૪ને શનિવારના રોજ નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર TIP નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.એમ. દોંગાના માર્ગદર્શનમાં તેમજ ૨૨- ભરૂચ લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ ૧૪૯ દેડિયાપાડા વિધાનસભા સ્વીપ નોડલ તથા જિલ્લા સ્વીપ એક્ટિવિટી નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રાહબરીમાં સ્વીપ એક્ટિવિટી અંતર્ગત દેડિયાપાડામાં બસ સ્ટેન્ડ ખાતે ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું. બસ સ્ટેન્ડ ખાતેથી વિવિધ રૂટ પર બસ મારફત મુસાફરી કરતા નાગરિકોને મતદાન અંગે જાણકારી આપી અચૂક મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નર્મદા જિલ્લાના રહેવાસીઓમાં મતદાન જાગૃતિ કેળવાય અને મતદાન પ્રક્રિયાથી સભાન બને તેવો હતો.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!